"It doesn’t matter who says, but it does matter who follows it"

When I saw you First time…

તને જોતા જ, હું તારા પ્રેમમાં પાગલ થયી ગયો,
આંખ તારી પલ્કાય, એ પેહલા જ એમાં ડૂબી ગયો.

તારું સ્મિત જોતા જ પુષ્પ ખીલી જાય,
જોત જોત માં તો પુષ્પ માંથી ઉપવન બની જાય.

તારા ચેહરા નું રૂપ જોઈ, રાતરાણી શરમાઈ જાય,
તારા મધુર શબ્દો સાંભળી, કોયલ ટહુકાર ભૂલી જાય.

તને કોઈ બે ઘડી  જોઈ રહે તો દિલ જલી જાય,
તારી એક નજરથી, દિલ ધબકવાનું ભૂલી જાય.

હું આંખ બંધ કરું ને, તારા જ સ્વપન દેખાય,
એમાં મને તારી નહિ, કુદરતની ભૂલ દેખાય.

તારા હોઠના રસથી ઝેર પણ અમૃત બની જાય,
તારું આવું વર્ણન સાંભળી અપ્સરા જલી જાય,

- Nandupatel (myself)

Comments

comments

Leave a reply