"It doesn’t matter who says, but it does matter who follows it"

Category Archives: Poem

When I saw you First time…

તને જોતા જ, હું તારા પ્રેમમાં પાગલ થયી ગયો,
આંખ તારી પલ્કાય, એ પેહલા જ એમાં ડૂબી ગયો.

તારું સ્મિત જોતા જ પુષ્પ ખીલી જાય,
જોત જોત માં તો પુષ્પ માંથી ઉપવન બની જાય.

તારા ચેહરા નું રૂપ જોઈ, રાતરાણી શરમાઈ જાય,
તારા મધુર શબ્દો સાંભળી, કોયલ ટહુકાર ભૂલી જાય.

તને કોઈ બે ઘડી  જોઈ રહે તો દિલ જલી જાય,
તારી એક નજરથી, દિલ ધબકવાનું ભૂલી જાય.

હું આંખ બંધ કરું ને, તારા જ સ્વપન દેખાય,
એમાં મને તારી નહિ, કુદરતની ભૂલ દેખાય.

તારા હોઠના રસથી ઝેર પણ અમૃત બની જાય,
તારું આવું વર્ણન સાંભળી અપ્સરા જલી જાય,

- Nandupatel (myself)

I can’t Forget those Moments….

 

નથી ભૂલી શકતો હું એ બાળપણ ની યાદ,

માસીનો પ્યાર ને સાહેબોની ફરિયાદ,

ભાઈ ની શિક્ષા ને બહેનની  શિખામણ,

શાળામાં રજા ને ફરવાની મજા.

જાંબુ ના ઝાડ ને લીંબુ ના ડાળ,

કેરીનો રસ ને શેરડીનો કસ,

લારીની દાબેલી ને આંબલીની ચટણી

રામની ભેલ ને ચારભુજાની સેન્ડવીચ,

સંકલ્પના ઢોસાને, અમદાવાદના રસ્તા,

દિવાળીના બોમ્બ ને ઉતરાયણના પતંગ,

નવરાત્રીના રંગ ને મિત્રો ના સંગ,

માટીની સુગંધ ને મિલની ગંદ,

ટ્રેલર પોઈન્ટના સુટને, ફેશનવર્લ્ડના જીન્સ,

શિયાળાની નરમી ને ઉનાળાની ગરમી,

નથી ભૂલી શકો હું એ બાળપણ ની યાદ,

– Nandupatel (myself)

I am Amdavadi

હુ મન થી ને તન થી પૂરે પૂરો અમદાવાદિ,

પણ મિત્રો બોલાવે કહિને  મોટો ત્રાસવાદિ,

સવાર પડે ને દાબેલી ને વડાપાઉં ખાવા જવું,

અને રાત પડે ને ખીચડી ખાવા ઘર ભેગો થાઉં.

સ્વપના છે હોન્ડા સીટી લઈ ને ગર્લફ્રેન્ડ ફેરવાના,

પણ મજા તો બાઈક માં જ આવે ભેટીને ગુમાવામાં,

આવ્યો છુ અમેરિકા માં હું Dollar બનાવવા,

પણ રાતે આવે મને મારું વતન સ્વપના માં,

U.S. એરપોર્ટ પર માંગે મારા બબ્બે I.D,

કારણકે મારી અટક પટેલ અને હું ભારતવાસી,

કપડા અને વાણી પર થી લાગુ છુ પરદેશી,

પણ થેપલા ખાતા જાણવું કે હું છુ અમદાવાદિ,

- Written by Nandupatel (myself)

When Someone breaks your Heart….

જ્યારે દિલ તુટે છે, ત્યારે દિલ જ જાણે છે.

દિલ પર શુ વીતે છે, એ તો પ્રેમી જાણે છે.

જેમ તરસ્યો, સાવન ને વરસવાની રાહ જુએ છે.

એમ પ્રેમી પ્રેમીકા ની આવવાની વાટ જુએ છે.

જેમ વંટોળ માં ભરાયેલ માનવી, જોર થી પછડાય છે.

એમ પ્રેમ માં પડેલ પ્રેમી, દિલ થી પછતાય છે.

જેમ ગુનેગાર એના કરેલા ગુના થી ભાગે છે.

એમ પ્રેમી એની કરેલી ભુલ થી ભાગે છે.

જેમ માતા વિના બાળક દુખી લાગે છે.

એમ પ્રેમીકા વિના દુનિયા સુની લાગે છે.

જેમ બાળક વિચિત્ર સ્વપન ભુલવા માગે છે.

એમ પ્રેમી પ્રેમ ની યાદો ભુલવા માગે છે.

જ્યારે દિલ તુટે છે, ત્યારે દિલ જ જાણે છે.

દિલ પર શુ વીતે છે, એ તો પ્રેમી જાણે છે.

- Written By Nandupatel (myself)