Poem

ફૂલની કળીઓમાં, ફોરમની અછત છે,
સ્પર્શમાં એના, લાગણીઓની ઉણપ છે,

રડવું છે મારે, પણ આસુંઓની ઓછપ છે,
કહેવું છે ઘણું, પણ શબ્દોની ખોટ છે,

ચાલવું છે સાથે, પણ રસ્તાઓ અલગ છે,
મળવું હતું એને, પણ મજબુરીઓ ઘણી છે,

લખવું છે ઘણું, પણ શાહીની ખોટ છે,
પ્રેમની વાતો માં, યાદોની જ કમી છે.

 - Nandupatel

મને હતું કે તું પણ પડી છે મારા પ્રેમમાં,
નહતી ખબર કે હું હતો મોટી ભૂલમાં,
તને એમ કે, મને અફસોસ છે મારી ભૂલનો,
તો કરે છે તું ભૂલ, કારણકે હજી છુ હું તારા પ્રેમમાં.

- Nandupatel

તને જોતા જ, હું તારા પ્રેમમાં પાગલ થયી ગયો,
આંખ તારી પલ્કાય, એ પેહલા જ એમાં ડૂબી ગયો.

તારું સ્મિત જોતા જ પુષ્પ ખીલી જાય,
જોત જોત માં તો પુષ્પ માંથી ઉપવન બની જાય.

તારા ચેહરા નું રૂપ જોઈ, રાતરાણી શરમાઈ જાય,
તારા મધુર શબ્દો સાંભળી, કોયલ ટહુકાર ભૂલી જાય.

તને કોઈ બે ઘડી  જોઈ રહે તો દિલ જલી જાય,
તારી એક નજરથી, દિલ ધબકવાનું ભૂલી જાય.

હું આંખ બંધ કરું ને, તારા જ સ્વપન દેખાય,
એમાં મને તારી નહિ, કુદરતની ભૂલ દેખાય.

તારા હોઠના રસથી ઝેર પણ અમૃત બની જાય,
તારું આવું વર્ણન સાંભળી અપ્સરા જલી જાય,

- Nandupatel (myself)

{ 0 comments }

 

નથી ભૂલી શકતો હું એ બાળપણ ની યાદ,

માસીનો પ્યાર ને સાહેબોની ફરિયાદ,

ભાઈ ની શિક્ષા ને બહેનની  શિખામણ,

શાળામાં રજા ને ફરવાની મજા.

જાંબુ ના ઝાડ ને લીંબુ ના ડાળ,

કેરીનો રસ ને શેરડીનો કસ,

લારીની દાબેલી ને આંબલીની ચટણી

રામની ભેલ ને ચારભુજાની સેન્ડવીચ,

સંકલ્પના ઢોસાને, અમદાવાદના રસ્તા,

દિવાળીના બોમ્બ ને ઉતરાયણના પતંગ,

નવરાત્રીના રંગ ને મિત્રો ના સંગ,

માટીની સુગંધ ને મિલની ગંદ,

ટ્રેલર પોઈન્ટના સુટને, ફેશનવર્લ્ડના જીન્સ,

શિયાળાની નરમી ને ઉનાળાની ગરમી,

નથી ભૂલી શકો હું એ બાળપણ ની યાદ,

– Nandupatel (myself)